Monday, 11 December 2017

પહેલી નજરનો પ્રેમ



પહેલી નજરનો પ્રેમ
 અત્યારના જુવાનીયો આ શબ્દનો ઉપયોગ ખુબ જ સહેલાઇથી કરતા હોય છે.મેં લોકોની વાતો સાંભળી છે કે અમને પહેલી નજરે પ્રેમ થઇ ગયોએ લોકો ને  છે.તેમને એ પણ નથી ખબર કે પહેલી નજર નો પ્રેમ એટલે શું? એ લોકો કહેતા હોય છે કે મેં આ વ્યક્તિને આ સ્થળે પહેલીવાર જોઈ હતી અને પ્રેમ થઇ ગયો હતો .પણ સાહેબ એ પહેલી નજરનો પ્રેમ નથી થયો.પહેલા તો એમને એ જોયું કે તેમના માં કોઈ પ્રકારની ખામી તો નથી ને .એવું કેમ નથી થતું કે તમે કોઈ અપંગ વ્યક્તિ ને જુઓ છો અને તમને એની સાથે પ્રેમ થઇ જાય છે.એવું કેમ નથી થતું કે તમે કોઈ ખામી વ્યક્તિને જુઓ છો અને તેને પહેલી નજરે પ્રેમ થઇ જાય.હંમેશા સારી દેખાવડી વ્યક્તિ જ કેમ પહેલી નજરે પ્રેમ થાય છે? સાચી હકીકત તો એ છે કે એ લોકોને ખબર જ નથી પહેલી નજરનો પ્રેમ એટલે છુ.
     હું તમને મારા શબ્દોમાં સમજાવું કે પહેલી નજરનો પ્રેમ એટલે શું? તમને પસંદ આવે તો ઠીક.....પહેલી નજરનો પ્રેમ એટલે જયારે તમે તમારી માતૃશ્રીના પેટમાં છો અને તમારી માં તમારા માટે ગોદડીઓ , રૂમાલ વગેરે વસ્તુઓ તમારા માટે તૈયાર કરે છે.તમારા માટે જાતજાતના રમકડા લાવી રાખે છે.સાહેબ હજુ માં એ તો બાળકને જોયું પણ નથી કે એ કેવું હશે .તોપણ આ બધી તૈયારી એના માટે જ કરે છે.માં બાળકને એક પણ નજરે જોયા વગર હૃદયમાંથી પ્રેમ ઉભરાવે છે.હૃદય ઉપર હાથ રાખીને કહીએ તો આને “પહેલી નજરનો પ્રેમ કહેવાય .”
  થોડી મા-બાપ વિશેની વાત કરી લઉં .જો તમે તમારા મા-બાપ ને દુઃખી નહિ કરો ને તો દુનિયાનું કોઈ દુઃખ નહિ આવે .
“જો તમે તમારા મા –બાપ ને ઝુકશો ને તો ,દુનિયામાં કોઈની સામે ઝૂકવાની જરૂર નહિ પડે.”
   મારુ એક સપનું છે સાહેબ જે આજે હું એક કાગળમાં વ્યકત કરું છુ કે આપણા ગુજરાતમાં એક પણ વૃધ્ધાશ્રમ હોવું ના જોઈએ અને  વૃધ્ધાશ્રમ હોય ત્યાં એક પણ મા-બાપ ન હોવા જોઈએ.જો જો  સાહેબ મારું સવપ્ન એક કાગળમા છે. કાગળમાં  જ ના રહી જાય.....
-Ajubha Thakor
S.Y. B.com - B

No comments:

Post a Comment