NAGARIWALA RHYTHMS
Thank you for visiting my blog... Well come....friends
Tuesday, 1 January 2019
Tuesday, 13 November 2018
Sunday, 2 September 2018
Monday, 11 December 2017
પહેલી નજરનો પ્રેમ
પહેલી નજરનો પ્રેમ
અત્યારના જુવાનીયો આ શબ્દનો
ઉપયોગ ખુબ જ સહેલાઇથી કરતા હોય છે.મેં લોકોની વાતો સાંભળી છે કે અમને પહેલી નજરે
પ્રેમ થઇ ગયોએ લોકો ને છે.તેમને એ પણ નથી
ખબર કે પહેલી નજર નો પ્રેમ એટલે શું? એ લોકો કહેતા હોય છે કે મેં આ વ્યક્તિને આ
સ્થળે પહેલીવાર જોઈ હતી અને પ્રેમ થઇ ગયો હતો .પણ સાહેબ એ પહેલી નજરનો પ્રેમ નથી
થયો.પહેલા તો એમને એ જોયું કે તેમના માં કોઈ પ્રકારની ખામી તો નથી ને .એવું કેમ
નથી થતું કે તમે કોઈ અપંગ વ્યક્તિ ને જુઓ છો અને તમને એની સાથે પ્રેમ થઇ જાય
છે.એવું કેમ નથી થતું કે તમે કોઈ ખામી વ્યક્તિને જુઓ છો અને તેને પહેલી નજરે પ્રેમ
થઇ જાય.હંમેશા સારી દેખાવડી વ્યક્તિ જ કેમ પહેલી નજરે પ્રેમ થાય છે? સાચી હકીકત તો
એ છે કે એ લોકોને ખબર જ નથી પહેલી નજરનો પ્રેમ એટલે છુ.
હું તમને મારા શબ્દોમાં
સમજાવું કે પહેલી નજરનો પ્રેમ એટલે શું? તમને પસંદ આવે તો ઠીક.....પહેલી નજરનો
પ્રેમ એટલે જયારે તમે તમારી માતૃશ્રીના પેટમાં છો અને તમારી માં તમારા માટે ગોદડીઓ
, રૂમાલ વગેરે વસ્તુઓ તમારા માટે તૈયાર કરે છે.તમારા માટે જાતજાતના રમકડા લાવી
રાખે છે.સાહેબ હજુ માં એ તો બાળકને જોયું પણ નથી કે એ કેવું હશે .તોપણ આ બધી
તૈયારી એના માટે જ કરે છે.માં બાળકને એક પણ નજરે જોયા વગર હૃદયમાંથી પ્રેમ ઉભરાવે
છે.હૃદય ઉપર હાથ રાખીને કહીએ તો આને “પહેલી નજરનો પ્રેમ કહેવાય .”
થોડી મા-બાપ વિશેની વાત કરી
લઉં .જો તમે તમારા મા-બાપ ને દુઃખી નહિ કરો ને તો દુનિયાનું કોઈ દુઃખ નહિ આવે .
“જો તમે તમારા મા –બાપ ને ઝુકશો ને તો ,દુનિયામાં કોઈની સામે ઝૂકવાની
જરૂર નહિ પડે.”
મારુ એક સપનું છે સાહેબ જે
આજે હું એક કાગળમાં વ્યકત કરું છુ કે આપણા ગુજરાતમાં એક પણ વૃધ્ધાશ્રમ હોવું ના
જોઈએ અને વૃધ્ધાશ્રમ હોય ત્યાં એક પણ
મા-બાપ ન હોવા જોઈએ.જો જો સાહેબ મારું
સવપ્ન એક કાગળમા છે. કાગળમાં જ ના રહી
જાય.....
-Ajubha Thakor
S.Y. B.com - B
Wednesday, 6 December 2017
તમારું લેપટોપ કે પીસી ગમે
ત્યાંથી તમારા મોબાઈલ થી ઓપરેટ કરી શકો છો.
શું તમને ખબર છે.????
તો આ સુવિદ્યા માટે વિસ્તૃત
માહિતી મેળવીએ.
તમે કોઈ ઈન્ટરવ્યું આપવા માટે જાઓ છો.પરંતુ તમે
કોઈ જરૂરી ડોક્યુમેન્ટ ભૂલી ગયા છો. અને તે ડોક્યુમેન્ટ તમારા ઘરના પીસી કે લેપટોપ
માં છે.તમને તે ડોક્યુમેન્ટની અરજન્ટ જરૂર છે. તો તમે શું કરશો?
૧ તે લેવા માટે ઘરે જશો.?
૨. ઘરેથી તે અન્ય વ્યક્તિ પાસેથી મંગાવશો?
ના ....ના....ના...
આ બધી જ સમસ્યાઓ નો ઉકેલ છે મારી પાસે......હા
ચોક્કસ
તો આ સગવડ મેળવવા નીચેના
સ્ટેપ ધ્યાનથી વાંચો.
·
આ સગવડ તમારા પીસી કે લેપટોપમાં શરુ કરવા માટે સૌ પ્રથમ
તમારા પીસી ના CHROME Browser માં email ID થી લોગ ઇન કરો.
·
CHROME Browser માં Chrome Remote desktop નામની apps
download કરો.
·
તેમાં remote Access Control ઓન કરો.
·
૬ અંક ની પીન enter કરો.
·
તે પ્રક્રિયા પૂર્ણ થાય પછી remote desktop enable કરો.
હવે આ પ્રક્રિયા તમારા મોબાઈલ માં કરો
·
play store માંથી Chrome remote desktop download કરો.
·
તે mobileમાં જે પ્રમાણે બ્રાઉસર માં જે આઈડીથી લોગ ઇન
કર્યું હોય તે જ આઈડીથી લોગ ઇન કરો.
·
હવે તમારા mobile માં તે પીસીનું નામ જોવા મળશે તે સિલેક્ટ
કરો
·
તમારું પીસી તમારા mobileની સ્ક્રીન પર જોવા મળશે.
સુચના –
તમારા પીસીની અંદર ઈન્ટરનેટ
ચાલુ હોવું જરૂરી છે.
windows xp માટે આ સગવડ
ઉપયોગી નથી.
CHROME Browser માં
chrome://apps લખીને સર્ચ કરી શકો છો.
કઈ માહિતીમાં ન સમજાય તો
મારો સંપર્ક કરી શકો છો.
.
Subscribe to:
Comments (Atom)



